રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો.
રજકણ પ્રદૂષકોની અસર તેમના કણના કદ પર આધાર રાખે છે. હવામાં ઉત્પન્ન થતાં રજકણો જેવા કે ધૂળ, ધૂમ, ધુમ્મસ વગેરે માનવજાતની તંદુરસ્તી માટે હાનિકારક છે. $5$ માઇક્રોનથી વધુ કદના રજકણો નાકના માર્ગમાં જમા થાય છે, જ્યારે $1$ માઈક્રોન જેટલા કદના રજકણો ફેફસાં સુધી સરળતાથી પ્રવેશે છે.
વાહનોમાંથી ઉત્સર્જિત થતું લંડ એક મુખ્ય વાયુ પ્રદૂષક છે. હવામાં લંડના ઉત્સર્જન માટેનો મુખ્ય સ્રોત લંડયુક્ત પેટ્રોલ છે. લેડરહિત પેટ્રોલના ઉપયોગ દ્વારા આ સમસ્યાને નિવારી શકાય છે. લંડ રજકણોના વિકાસ અને પરિપક્વતામાં અવરોધ ઊભો કરે છે.
ઍસિડ વર્ષા ભારતમાં રહેલી મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ ઠંડા પાણીમાં ઓક્સિજનની સાંદ્રતા $100\, ppm$ હોય છે.
$(2)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા $6\, ppm$ થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય.
ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.
ક્ષોભ-આવરણ એટલે શું ? અને તે શાનું બનેલું હોય છે ?
પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?